શ્રી વારાહી માતા મિત્ર મંડળ

# નામ મોબાઇલ નંબર
1 (મેનેજીંગ ટ્રસ્ટી) અમરીશ બી. મોદી +91 9824357901
2 (ટ્રસ્ટી) દિલીપ એસ. શાહ +91 9825786659
3 (ટ્રસ્ટી) નિખિલ એન. સુરતી +91 9825060841
4 (ટ્રસ્ટી) નીતિન એચ. રાવળ +91 9978850966
5 (ટ્રસ્ટી) પુષ્પેન્દ્ર આર. રાવળ +91 7383703585
6 (ટ્રસ્ટી) પંકજ એમ. રાવળ +91 9974022377

વેબસાઇટ રિલેટેડ ક્વેરી માટે

નામ

હિતેષભાઇ રાવળ

ઇમેઇલ

ravalhitesh1180@gmail.com

ફોન નંબર
+91 88496 69206

માં વારાહી માંતાજી ના ચૈત્રી માસ આઠમ ના દર્શન

દેવ દિવાળી ના પર્વ દિવસે માં શ્રી વારાહી માંતાજી ના અન્નકૂટ ના દર્શન

શ્રી વારાહીમાતા પ્રસ્નનોસ્તુ

       અમદાવાદ માં જયારે સૂબાઓનું રાજ ચાલતું હતું ત્યારે અમદાવાદ શહેરને ફરતે કિલ્લાઓ કોટ હતી ત્યારે શહેરના પૂર્વ દિશા માં આવેલ કાલુપુર દરવાજા ની પાસે કાયતવાડામાં એક ઘટાદાર વડલો હતો તેની વડવાઈઓ ઘણી ફેલાયેલી હતી આ ઘટાદાર વડની નીચે જગત જનની હેતશુળ ઉપર ધારા ધારણ કરનાર પૃથ્વી ને બચાવનાર એવી શકતીમાં શ્રી વારાહીનુ સ્થાન હતું.

       શહેરમાં સૂબાનું રાજય ચાલતું હતું. તેનું વિશાળ લશ્કર હતું દરબારમાં ઘણા હાથી , ઘોડા હતાં તેમાં સુબેદારોનો પ્રિય હાથી હતો તે શહેર માં ભ્રમણ કરતા કરતા બપોરેના સમયે કાલુપુર ભંડેરીપોલ કાયતવાડામાં આવેલ વિશાલ વાળ પાસે આવી ચડયો વડની છાયા માં મસ્ત થઇને વડના પણ તોડવા લાગ્યો આ સમયે ત્યાં પૂજા કરનાર શ્રી દાસ દલપત પોતે આરામ કરી રહ્યા હતા ત્યારે મા શ્રી ભવાની વારાહી માતા એ દાસ દલપત ના સ્વપ્ન માં આવી ને કહ્યું કે મારા વડની શોભા સુબાનો બગાડી રહ્યો છે તું અહીંયા ઘરમાં સુઈ રહ્યો છે આવું સ્વપ્ન આવતા જ દાસ દલપતે જાગૃત થઇ ને પોતે ઘરમાંથી ખડગ લઈને વડની શોભા બગાડનાર હાથીને મસ્તક ઉપર ખડગ માર્યું અને તેને ઘાયલ કર્યો ઘાયલ થયેલો હાથી ચીસ પાડીને ભાગ્યો અને સુબાના દરબારમાં ગયો. પ્રાણપ્રિય હાથીને ઘાયલ અવસ્થા માં જોઈ ને સુબેદાર ગુસ્સે થઇ ગયા. પ્રિય હાથીને મારનાર અને તે વડ નો નાશ કરવા સુબેદાર તત્કાલ લશ્કર મોકલ્યું આ લશ્કર તે વડ પાસે આવીને તેને નાશ કરવાની તૈયારી માં હતું તે પહેલા વડ આપોઆપ ધરતીમાં સમાઈ ગયું હતું અને ત્યાં માતાશ્રી વારાહીનુઁ સ્થાન જ રહી ગયું હતું આ જોઈ લશ્કર પરત ફર્યું આ વાત શહેર ના સુબેદાર ને ખબર પડી સુબેદાર ત્યાં આવી ને માઁ જગત જનની શ્રી વારાહીને નમન કરીને માફી માંગી હતી એ દિવસથી માતાજીની ત્યાં સેવા પૂજા કરવામાં આવે છે.

       સંવત 1983 માં માતાજી ના વિશાળ મંદિરનું જીણોદ્વાર કરવામાં આવ્યું અને ત્યારથી અહીં માતાજીના સાનિધ્યમાં માતાજીના ધાર્મિક ઉત્સવ મનાવવામાં આવે છે.

       કારતક માસમાં દેવદિવાળીના દિવસે માતાજીના અન્નકુટ ભરવામાં આવે છે. તે અન્નકૂટ દર્શનનો સમય બપોરે 1:00 થી રાત્રે 8:00 કલાકે કરવામાં આવે છે.

      ચૈત્ર માસમાં ચૈત્રી નવરાત્રી દરમ્યાન રોજ સાંજે માઁ ભગવતીની આરાધના તથા આનંદ ગરબાની ધૂન કરવામાં આવે છે. અને ચૈત્રી આઠમના રોજ માતાજીનો નવચંડી હવન કરવામાં આવે છે. યજ્ઞ પ્રારંભ સવારે 9:00 કલાકે થાય છે અને તેની પુર્ણાહુતી સાંજે 5:30 કલાકે થાય છે અને રાત્રે 9:00 કલાકે માતાજીના ચાચર ચોક માં "ભવાઈ" નો કાર્યક્રમ થાય છે. તે આખી રાત્રી ભવાઈ રમી માઁના બાલુડા માતાજીને રિઝવે છે અને નોમના દિવસે સવારે 9:00 કલાકે રાવણ મારવા માટે રામલીલાનો કાર્યકમ કરવામાં આવે છે.

      અષાઢ માસમાં "ગુરુપૂર્ણિમા" ના દિવસે માઁ રાજ રાજેશ્વરી જગત જનની માઁ ભવાની શ્રી વારાહી માતાની પાલખી બપોરે 3:00 કલાકે સમગ્ર ભંડેરીપોળમાં પ્રદક્ષિણા કરીને સાંજે 7:00 કલાકે નિજ મંદિર પરત ફરે છે અને રાત્રી ના સમયે ભજન કીર્તન કરવામાં આવે છે.

       શ્રાવણ માસમાં સાવ લાખ બિલીપત્ર ચઢાવામા આવે છે. તથા કમળપૂજા અમાસની પૂજા અને અભિષેક કરવામાં આવે છે.

      આસો માસમાં નવરાત્રી દરમ્યાન માઁ વારાહીની ઉપાસના કરવા માટે રોજ રાત્રે 9:00 કલાકે મહાઆરતી થાય છે આઠમના દિવસે માઁ ભવાની ની માંડવી સ્થાપના કરવામાં આવે છે. આઠમથી ચૌદશ સુધી અલગ અલગ ભાવિ -ભક્તો ઘ્વારા મંદિર પાસે ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને ચૌદસના દિવસે રાત્રે અને પૂનમની વહેલી સવારે માતાજીની માંડવી વધાવવામાં આવે છે. આ દરમ્યાન મંદિર પાસે દરવર્ષે અલગ અલગ શક્તિના રૂપે ઘીની મૂર્તિ બનાવીને ભક્તો માટે દર્શનાથે મુકવામાં આવે છે. આ ઘીની મૂર્તિના દર્શન આસો સુદ એકમ થી આસો સુદ પૂનમ સુધી ખુલ્લા રાખવામાં આવે છે.

       આ સિવાય મંદિરે દરેક ધાર્મિક તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

  • નવરાત્રી

    સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી - નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

    ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે

© 2020 - All Rights Reserved | Developed by Codenxt Web Technologies